Skip to main content
Settings Settings for Dark

દિલ્હીમાં માર્ગ સુરક્ષા મામલે લોકો સંવેદનશીલ બંને માટે રોડ સુરક્ષા સપ્તાહ શરૂ

Live TV

X
  • મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી નિમિત્તે  ગઈ કાલે દિલ્લી ખાતે માર્ગ સુરક્ષા સપ્તાહની  શરૂઆત કરવામાં આવી. જેમાં સમાન્ય લોકોને માર્ગ સુરક્ષા અંગે માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત માર્ગ સુરક્ષા મુદ્દે લોકો સંવેદનશીલ બંને  તે માટે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ અવસરે ટ્રાન્સપોર્ટ અને હાઈ-વે મંત્રી નીતિન ગડકરી અને વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે  રાજઘાટ પર મોટરકાર રેલીને લીલી ઝંડી આપી રવાના કરી હતી. આ રેલી ભારત, બાંગ્લાદેશ અને મ્યાનમાર આમ ત્રણ દેશોમાં ફરીને  કુલ 7,250 કિલોમીટરનું અંતર કાપી 24 ફેબ્રુઆરીના રોજ મ્યાનમારના યાંગુન ખાતે  સમાપ્ત થશે. આ પ્રસંગે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે  ભારતીય રાજદૂતો અને ડીડી ન્યુઝનો  આભાર માન્યો હતો, કારણ કે ગાંધીજીના પ્રિય ભજન એવાં વૈષ્ણવ જન ગીતને 155 દેશના જાણીતા ગાયકોએ પોતના અંદાજમાં ગાયું છે. જે પાછળ ભારતીય રાજદૂતોનો  સિંહ ફાળો છે  અને તેનું પ્રસારણ ડીડી ન્યુઝ પર  નિયમીત રીતે થાય છે. તે માટે ધન્યવાદ પાઠવ્યાં હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply