Skip to main content
Settings Settings for Dark

કોવિડ પોઝિટિવિટી રેટમાં દેશમાં ઘટાડો જોવા મળી રહ્યો છે: કેન્દ્રીય આરોગ્ય મંત્રી

Live TV

X
  • કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને 28મી ગૃપ ઓફ મિનિસ્ટરની મિટિંગમાં સંબોધન કર્યુ હતું. કેન્દ્રીય આરોગ્યમંત્રી કહે છે કે સાપ્તાહિક અને દૈનિક કોવિડ પોઝિટિવિટી રેટમાં દેશમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રી ડોકટર હર્ષ વર્ધને કહ્યું છે કે ભારતમાં સક્રિય કેસનું ભારણ અને કોરોના વાયરસના નવા કેસોમાં નોંધપાત્ર ઘટાડો થઇ રહ્યો છે. કોરોનામાંથી સાજા થવાનો દર પણ સતત સુધરી રહ્યો છે. આજે મંત્રીમંડળ જૂથની બેઠકને સંબોધતા કેન્દ્રીયમંત્રીએ કહ્યું કે, દેશની દૈનિક રિકવરી સતત 25માં દિવસે વધી રહી છે. 

    તેમણે જણાવ્યું કે, સાજા થવાનો દર વધુ સુધરીને 93.94 ટકા થયો છે. હાલમાં દેશમાં 14 લાખથી વધુ સક્રિય કેસ છે અને 10 રાજ્યોમાં 83 ટકા સક્રિય કેસ છે. તેમણે ઉમેર્યું કે, દેશમાં સાપ્તાહિક અને દૈનિક પોઝિટિવિટી રેટમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસની વહેલી તકે તપાસ માટે દેશમાં પરીક્ષણ ક્ષમતા વધારી દેવામાં આવી છે અને દેશમાં અત્યાર સુધીમાં 36 કરોડથી વધુ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ડૉ.હર્ષ વર્ધને કહ્યું કે, કોવિડ રસીના 23 કરોડથી વધુ ડોઝ દેશવ્યાપી કોવિડ રસીકરણ અભિયાન અંતર્ગત લાભાર્થીઓને આપવામાં આવ્યા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply