રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 24.60 કરોડથી વધુ રસી પૂરી પાડવામાં આવી
Live TV
-
દેશવ્યાપી રસીકરણ અભિયાનના ભાગ રૂપે ભારત સરકાર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને નિઃશુલ્ક કોવિડ રસી આપીને મદદ કરી રહી છે. આ ઉપરાંત, ભારત સરકાર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા રસીની પ્રત્યક્ષ ખરીદીને પણ સુગમ બનાવતી રહી છે. રસીકરણ ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ તેમજ કોવિડ યોગ્ય વલણની સાથે મહામારીના નિયંત્રણ તેમજ સંચાલન માટે ભારત સરકારની વ્યાપક રણનીતિનો એક આંતરિક હિસ્સો છે.
કોવિડ-19 રસીકરણની ઉદાર અને ઝડપી તબક્કા-3 વ્યૂહરચનાનો અમલ 1 મે 2021થી શરૂ થયો છે. આ વ્યૂહરચના હેઠળ, પ્રત્યેક મહિને ભારત સરકાર દ્વારા કોઈપણ ઉત્પાદકની સેન્ટ્રલ ડ્રગ લેબોરેટરી (સીડીએલ) દ્વારા માન્ય 50 ટકા રસી લેવામાં આવશે. આ રસીઓ રાજ્ય સરકારોને વિના મૂલ્યે પૂરી પાડવાનું ચાલુ રાખશે, જેમ તે પહેલાથી જ કરતી આવી છે.
ભારત સરકારે મફત કેટેગરી અને સીધી રાજ્ય પ્રાપ્તિ બંને કેટેગરી દ્વારા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને 24 કરોડ (24,60,80,900) થી વધુ રસી પૂરી પાડી છે. તેમાંથી બગાડ સહિતનો કુલ વપરાશ 23,11,69,251 રસી (આજે સવારે 8 વાગ્યા સુધી ઉપલબ્ધ માહિતી અનુસાર) થયો છે. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં હજી પણ રસી આપવા માટે 1.49 કરોડ (1,49,11,649) થી વધુ કોવિડ રસી ઉપલબ્ધ છે.
