Skip to main content
Settings Settings for Dark

કોવિડ-19ની કૃષિ ક્ષેત્ર પર કોઇ અસર નહીં : કેન્દ્રીય કૃષિ મંત્રી

Live TV

X
  • કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ગઈકાલે દિલ્હી ખાતેથી વિગતો આપતાં જણાવ્યું હતું,કે, દેશમાં આવશ્યકતા કરતાં અનેક ગણુ વધુ ખાદ્યાન્ન ઉપલબ્ધ છે. પૂરતા પ્રમાણમાં ખાદ્યાન્ન હોવાને કારણે દેશમાં અનાજની કોઇ અછત સર્જાશે નહીં. તેમણે ઉનાળુ પાકની સ્થિતિની વિગતો આપતાં કહ્યું હતું,કે, દેશમાં ગત વર્ષની સરખામણીમાં 38 ટકા વધુ વાવણી થઇ છે. 

    જેને કારણે સ્થિતિ સારી છે. તેમણે કહ્યું હતું,કે, હાલની લોક ડાઉનની પરિસ્થિતિમાં પણ દેશ ના ખેડૂતોને કેન્દ્ર સરકારે પૂરતી સહાય કરી છે. પ્રધાનમંત્રી કિશાન સહાય યોજનાઓમાં સરકારે સહાયની ચૂકવણી સમયસર કરી છે. તેમણે કહ્યું હતું,કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ હંમેશા કૃષિ ક્ષેત્ર ને પ્રાધાન્ય આપ્યું છે. તેમજ તેને આધુનિક પધ્ધતિને પણ સામેલ કરી છે. એપનો પણ પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. દેશનો ખેડૂત સમૃધ્ધ બનશે તો દેશ પણ સમૃધ્ધ બનશે તેમ કહીને કૃષિ મંત્રીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર ખેડૂતને સક્ષમ બનાવવા પ્રતિબદ્ધ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply