કોવિડ -19: પૂર્વોત્તરના 8 રાજ્યોની પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક
Live TV
-
કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો.હર્ષ વર્ધન દ્વારા ઉત્તરપૂર્વમાં કોરોના વાયરસની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી હતી. વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય આરોગ્યમંત્રીએ ઈશાનના આઠ રાજ્યોમાં લેવામાં આવેલા પગલાઓની સમીક્ષા કરી.
ડો.હર્ષવર્ધને જણાવ્યું હતું કે, હાલમાં પૂર્વોત્તર રાજ્યોની પરિસ્થિતિ સંતોષકારક છે અને હવે ઓરેન્જ ઝોનને ગ્રીન ઝોનમાં રૂપાંતરિત કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ભારતની સ્થિતિ ઘણા વિકસિત દેશો કરતા સારી છે, તેમ છતાં આખો દેશ કટોકટીને પહોંચી વળવા તૈયાર થઈ ગયો છે. ડો.હર્ષ વર્ધનએ માહિતી આપી હતી કે દેશની 843 હોસ્પિટલોમાં કોવિડ -19 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. તેમણે માહિતી આપતા કહ્યું કે દેશભરમાં 7,640 ક્યુરેન્ટાઇન સેન્ટર પણ બનાવવામાં આવ્યા છે.
