ગૃહ મંત્રી અમિત શાહે સ્વાસ્થ્ય પર ખોટી અફવા ફેલાવનારને આપ્યો જવાબ - હું સંપૂર્ણ સ્વસ્થ છું, મને કોઈ બિમારી નથી
Live TV
-
ગૃહ મંત્રી અમિત શાહે સ્વાસ્થ્ય પર ખોટી અફવા ફેલાવનારને આપ્યો જવાબ - હું સંપૂર્ણ સ્વસ્થ છું, મને કોઈ બિમારી નથી
આજે અમિત શાહે ટ્વિટર પર તેમના સ્વાસ્થ્યને લઇ અફવાઓ ફેલાવનારાઓને ઉત્તર આપતા જણાવ્યું કે, છેલ્લા કેટલાય દિવસથી અમુક મિત્રોએ મારા સ્વાસ્થ્ય પર અફવાઓ ફેલાઈ છે.
દેશ આ સમયે કોરોના જેવી મહામારીથી લડી રહ્યો છે અને દેશના ગૃહ મંત્રી હોવાથી મોડી રાત સુધી પોતાના કાર્યોમાં વ્યસ્ત રહેવાના કારણે મેં આ બધા પર ધ્યાન આપ્યું નહીં. જ્યારે આ મારી સામે આવ્યું તો મેં વિચાર્યું કે આ બધા લોકો કાલ્પનિક વિચારનો આનંદ લઈ રહ્યાં છે. એટલા માટે મેં કોઈ સ્પષ્ટતા કરી નહી.
પરંતુ મારી પાર્ટીના લાખો કાર્યકર્તાઓ અને મારા શુભચિંતકોએ બે દિવસથી ઘણી ચિંતા વ્યક્ત કરી, તેમની ચિંતાને હું અવગણી ન શકું. એટલા માટે આજે સ્પષ્ટ કરવા માંગુ છું કે, હું સંપર્ણ રીતે સ્વસ્થ છું અને મને કોઈ બિમારી થઈ નથી.
હિન્દુ માન્યતાઓ પ્રમાણે , એવું માનવામાં આવે છે કે આ રીતની અફવાઓ સ્વાસ્થ્યને વધુ મજબુત કરે છે. તેથી હું આવા તમામ લોકોથી એવી આશા રાખું છું કે તેઓ આ વ્યર્થ વાતો છોડીને મને મારું કાર્ય કરવા દે અને પોતે પણ પોતાનું કાર્ય કરે.
હું મારા શુભેચ્છકો અને પાર્ટીના તમામ કાર્યકર્તાઓને મારા સ્વાસ્થ્ય બાબતે હાલ પૂછવા બદલ અને મારી ચિંતા કરવા બદલ આભાર માનું છું.
જેમણે આ અફવાઓ ફેલાવી છે, તેમના પ્રતિ મારા મનમાં કોઈ દુર્ભાવના અથવા દ્વેષ નથી. તમારો પણ આભાર.
