Skip to main content
Settings Settings for Dark

કોસ્ટ ગાર્ડ, NCB અને ATSનું સંયુક્ત ઓપરેશન, 600 કરોડના ડ્રગ્સ અને 14 પાકિસ્તાની નાગરિક સાથે અરબી સમુદ્રમાંથી બોટ ઝડપાયા

Live TV

X
  • 3 થી 4 દિવસ દરિયામાં રહી કોસ્ટ ગાર્ડ, NCB અને ATS દ્વારા સયુક્ત રીતે ઓપરેશન પાર પાડવામાં આવ્યું

    અરબી સમુદ્રમાં 600 કરોડના ડ્રગ્સ અને 14 પાકિસ્તાની નાગરિકો સાથે પાકિસ્તાની બોટ ઝડપી પાડવામાં આવી છે. જેમાં પાકિસ્તાની બોટમાંથી 14  લોકો સાથે 600 કરોડની કિંમતનો અંદાજે 86 કિલો નાર્કોટિક્સ પકડવામાં આવ્યો હતો.  આ ઓપરેશન આંતર-એજન્સી સંકલનનું પ્રતીક હતું., ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ સયુક્ત ઓપરેશન દ્વારા મિશન પાર પાડ્યુ હતુ. બોટ પર રહેલા 78 પેકેટમાંથી 86 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. 

    ભારતીય કોસ્ટ ગાર્ડે ગુપ્ત માહિતી આધારે ચાર દિવસ દરિયામાં ઓપરેશન હાથ ધર્યું હતુ. ઓપરેશનને સફળ બનાવવા માટે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા તૈયારી કરવામાં આવી હતી.કોસ્ટગાર્ડના જહાજો અને વિમાન સમવર્તી મિશન પર તૈનાત કરવામાં આવ્યા હતા.  ICG જહાજ રાજરતન, જેમાં NCB અને ATS અધિકારીઓ એ શંકાસ્પદ બોટની ઓળખ કરી હતી.  જહાજની નિષ્ણાત ટીમે શંકાસ્પદ બોટ પર સવારી કરી અને સંપૂર્ણ તપાસ કર્યા પછી, મોટી માત્રામાં માદક દ્રવ્યોની હાજરીની પુષ્ટિ કરી.

    600 કરોડના ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની નાગરિકોને ઝડપી પાડવામાં આવી છે જેને વધુ તપાસમાં પોરબંદર લાવવામાં આવશે. ગુજરાતના DGP વિકાસ સહાય દ્વારા સમગ્ર ઓપરેશનને લઈ માહિતી આપવામાં આવી હતી. અરબી સમુદ્રમાં જ્યારે બોટની પાસે કોસ્ટ ગાર્ડ પહોંચ્યુ ત્યારે સામ સામે ફાયરિંગ થયુ હતુ. ત્યાર બાદ કોસ્ટ ગાર્ડ દ્વારા સફલ ઓપરેશન પાર પાડવામાં આવ્યુ હતુ. હવે આ કેસને લઈ આગળની તપાસ NCB કરશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
apply