કો-વેક્સીન રસીનુ ત્રીજા ચરણનુ ટ્રાયલ નવી દિલ્હી સ્થિત AIIMS માં શરૂ થયુ
Live TV
-
કોવિડ-19 વિરુધ્ધ ભારતની લડાઈ ચાલુ છે. કોરોના સામે લડવા માટે ભારતીય કંપની ભારત બાયોટેક અને I.C.M.Rના સહયોગથી બનાવેલી કો-વેક્સીન રસીનુ ત્રીજા ચરણનુ ટ્રાયલ નવી દિલ્હી સ્થિત અખીલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થામા શરૂ થયુ છે. આ ટ્રાયલ 10 રાજ્યોમા વિવિધ 25 જગ્યાઓ પર હાથ ધરવામા આવશે. જેના અનુસંધાને પ્રથમ દિવસે અમદાવાદમા પણ પાંચ લોકોને રસી આપવામાં આવી છે. શરુઆતમા 18 વર્ષથી ઉપરની ઉમરના લગભગ 15 હજાર લોકોને રસી આપવામા આવશે. ઓગસ્ટ 2020 સુધી 10 વર્ષ કે તેનાથી વધારે ઉમરના લોકોમા કરવામા આવેલ સર્વે મુજબ 15 લોકોમાથી 1 વ્યક્તી સાર્વ-સીઓવી-2ના ચપેટથી સંક્રમીત છે. 10 વર્ષથી ઉપરની ઉમરના 6.6 ટકા વ્યક્તીઓ કોરોનાથી સંક્રમીત થઈ ચુકી છે. રસી આપવા માટે હોસ્પિટલને ભારત બાયોટેક કંપની તરફથી તાલીમ આપવામાં આવી છે. આ રસી સ્વેચ્છાએ વોલેન્ટિયર બનતા લોકોને આપવામાં આવશે. ગુજરાતમા પ્રથમ તબક્કે કુલ 1000 લોકોને આ રસી આપવામા આવશે તથા એક મહીના પછી બીજો ડોઝ આપવામા આવશે કે જેના પર એક વર્ષ સુધી સંપુર્ણ નીરીક્ષણ રાખવામા આવશે.
