Skip to main content
Settings Settings for Dark

જમ્મુ કાશ્મીર: કાલથી જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણીના પ્રથમ ચરણનો પ્રારંભ

Live TV

X
  • જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ વખત આયોજીત જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણીની તૈયારીઓ પુરજોશમાં શરૂ. આવતીકાલથી યોજાનાર પરિષદ ચૂંટણી સંગ્રામ 8 તબક્કામાં યોજાશે. જમ્મુ અને ઉધમપુરમાં કાશ્મીરી પ્રવાસીઓ માટે વિશેષ મતદાન કેન્દ્રની વ્યવસ્થા કરાઇ.

    જમ્મુ- કશ્મીરના ઈતિહાસમા પ્રથમવાર જીલ્લા વિકાસ પરીષદની ચૂંટણીઓને લઈને પુરજોશમા તૈયારીઓ ચાલી રહી છે. 8 ચરણોમા યોજાનાર આ ચુંટણીનો આવતી કાલથી પ્રારંભ થશે. બીજા ચરણનુ મતદાન 1 ડિસેમ્બરના રોજ યોજાશે. પ્રથમ ચરણમા કુલ 43 સીટો અને 260 ઉમેદવારો તથા બીજા ચરણમા 41 સીટો માટે 386 ઉમેદવારો ચુંટણીમા ભાગ લેશે. આ સમગ્ર ચુંટણીની મત ગણતરી 22 ડિસેમ્બરના રોજ યોજવામાં આવશે. આ ચુંટણીમા પ્રથમવાર પાકીસ્તાનથી આવેલ શરણાર્થીઓ, વાલ્મીકી સમુદાયો અને ગુરખાઓને પણ મત આપવાનો અધીકાર મળ્યો છે. જમ્મુ-કાશ્મીર ચુંટણી આયુક્ત કે.કે. શર્માએ જણાવ્યુ છે કે ચુંટણીને લઈને સુરક્ષા તથા તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામા આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply