ક્રિકેટર ગૌતમ ગંભીર ભાજપમાં જોડાયા, કહ્યુ 'પીએમ મોદીના વિઝનથી પ્રભાવિત છું'
Live TV
-
ટીમ ઈન્ડિયા માટે 58 ટેસ્ટ અને 147 વનડે રમી ચૂક્યો છે ગૌતમ ગંભીર
ગૌતમ ગંભીરે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને અરૂણ જેટલીની હાજરીમાં બીજેપીમાં પ્રવેશ કર્યો છે. બીજેપીમાં જોડાયા બાદ ગંભીરે જણાવ્યું કે, હું નરેન્દ્ર મોદીના વિજનથી પ્રભાવિત થઈને બીજેપીમાં જોડાયો છું. આ પ્લેટફોર્મ સાથે જોડાવાને લઈ હું ગર્વ અનુભવું છું. ગંભીરના નિકટતમ લોકોએ પણ થોડા દિવસો પહેલા એવા સંકેત આપ્યા હતા કે તે નવી દિલ્હીથી ચૂંટણી લડવા માટે તૈયાર છે. દિલ્હીમાં જન્મેલા ગંભીર ટીમ ઈન્ડિયાના સ્ટાર પ્લેયર રહ્યા છે. તે ટીમ ઈન્ડિયા માટે 58 ટેસ્ટ અને 147 વનડે રમી ચૂક્યો છે. 37 વર્ષીય ગંભીર ભારતની વર્લ્ડ કપ વિજેતા ટીમનમો સભ્ય પણ રહી ચૂક્યો છે.

