ખાંડના પેકિંગ માટે એચડીપીઈ બેગના ઉત્પાદક પર ભારતીય માનક બ્યુરોનાં દરોડા
Live TV
-
ભારતીય માનક બ્યુરોના અધિકારીઓ દ્વારા બ્યુરો પાસેથી માન્ય લાયસન્સ લીધા વિના ખાંડને પેક કરવા માટે ઉપયોગમાં લેવાતા એચડીપીઈ બેગના ઉત્પાદક, મેસર્સ સુપ્રીમ પોલીફેબ અને મેસર્સ જરૂમ પ્લાસ્ટિક્સ, મહેસાણા ઉપર ગઇકાલે દરોડા પાડી કાર્યવાહી કરવામાં આવી. આ ઉત્પાદક રસાયણ અને ખાતર મંત્રાલય, ભારત સરકારના આદેશ નંબર 25014/9/2019-ટેક.સીપીસી 23 એપ્રિલ, 2020ના ઉલ્લંઘનમાં સંડોવાયેલા જણાયા હતા. દરોડા દરમિયાન લગભગ 2 લાખ બેગ અને વિવિધ સુગર મિલોને થેલીના સપ્લાય સંબંધિત દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા.
જેમ આપણે જાણીએ છીએ કે ખાંડનો ઉપયોગ તમામ સામાન્ય લોકો તેમના રોજિંદા જીવનમાં કરે છે, તેથી જરૂરી છે કે ખાંડના પેકિંગ માટે ઉપયોગમાં લેવાતી તમામ થેલીઓ યોગ્ય ગુણવત્તાની હોય, એટલા માટે ભારત સરકારના રસાયણ અને ખાતર મંત્રાલયના 23 એપ્રિલ, 2020ના ઓર્ડર નંબર 25014/9/2019-ટેક.સીપીસી તા. 23 ઓક્ટોબર, 2020થી અનાજ અને ખાંડ ભરવા માટે ઉપયોગમાં લેવાતી એચડીપીઈ/પીપી બેગ ઉપર આઈએસઆઈ માર્ક ફરજિયાત બનાવાયો છે એટલે કે કોઈપણ ઉત્પાદક અથવા વેપારી આઈએસઆઈ માર્ક વિના એચડીપીઈ/પીપી બેગનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરી શકશે નહીં. આવું કરવાવાળાની વિરુદ્ધ ભારતીય માનક બ્યુરો અધિનિયમ 2016ના અનુચ્છેદ 17ના ઉલ્લંઘનની કાર્યવાહી કરવામાં આવે છે. આ અપરાધ દંડનીય છે, જે અંતર્ગત બે વર્ષની જેલ અથવા ઓછામાં ઓછા રૂ. 2 લાખ આર્થિક દંડ અથવા બંનેની સજાની જોગવાઈ છે.
બેઈમાન ઉત્પાદક જનતાને છેતરવા માટે ભારતીય માનક બ્યુરોના લાયસન્સ લીધા વગર આવા ઉત્પાદકોનું ઉત્પાદન કરતા હોય છે. ભારતીય માનક બ્યુરો સમય પર આવા પ્રકારની સામગ્રીના ઉપયોગથી થતી છેતરામણી અને સંભવિત સુરક્ષા ખતરાથી આમ જનતાને બચાવવા માટે ISI માર્કના દુરુપયોગની મળેલ/કરેલ ફરિયાદ અનુસાર અવારનવાર સંખ્યાબંધ દરોડા કરતી હોય છે. કોઈપણ વ્યક્તિ જેની પાસે ભારતીય માનક બ્યુરોનાં માનકચિન્હના દુરુપયોગની જાણકારી હોય અથવા ફરજીયાત પ્રમાણન હેઠળ આવત્તા ઉત્પાદનોનું ઉત્પાદન કરનારાઓ વિશે કોઈપણ પ્રકારની માહિતી હોય તો તે પ્રમુખ, ભારતીય માનક બ્યુરો, ત્રીજો માળ, નવજીવન અમૃત જયંતી ભવન, ગુજરાત વિદ્યાપીઠની પાછળ, આશ્રમ રોંડ, અમદાવાદ -380014, ફોનનં. ૦79-27540314 પર લખી શકે છે. ફરિયાદ ને ahbo-2[at]bis[dot]gov[dot]in અથવા cmed[at]bis[dot]gov[dot]in પર ઈમેઈલ દ્વારા પણ કરી શકાય છે. આવા પ્રકારની સુચના આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.
