પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેક ઇન ઇન્ડીયા વેબીનારના ઉદધાટન સત્રને સંબોધન કર્યું
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેક ઇન ઇન્ડીયા વેબીનારના ઉદધાટન સત્રને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ બજેટમાં આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયાના સંબંધમાં જે નિર્ણયો કરાયા છે તે આપણી ઇન્ડસ્ટ્રીઝ અને અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, 21મી સદીમાં મેક ઇન ઇન્ડીયા ભારતની જરૂરિયાત છે. જે દુનિયામાં આપણું સામર્થ દેખાડવાની તક આપે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભારત જેવો વિશાળ દેશ માત્ર બજાર બનીને રહી જાય તો તે પ્રગતિ ન કરી શકે તેમજ યુવાનોને અવસર ન આપી શકે. મહામારીના સમયમાં વિશ્વમાં સપ્લાય ચેન વિખેરાઈ ગઇ છે. જેની અસર વિવિધ દેશોના અર્થતંત્ર પર પડી છે. આ સ્થિતિમાં મેક ઇન ઇન્ડીયાની જરૂરીયાતનું મહત્વ વધી જાય છે. આપણા દેશમાં વિપુલ માત્રામાં પ્રાકૃતિક સંપતિ છે. આપણે તેનો ભરપૂર માત્રામાં ઉપયોગ મેક ઇન ઇન્ડિયા માટે કરવો જોઇએ.
