પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 'ક્વાડ' દેશોના નેતાઓ સાથે વર્ચ્યુલ મિટીંગ કરશે
Live TV
-
આજે ક્વાડ સમુહના દેશો ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલીયા અને જાપાનના નેતાઓની વર્ચ્યુલ મિટીંગ યોજાશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જાહેર કરેલી પ્રેસ રિલીઝમાં જણાવ્યા પ્રમાણે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આ વર્ચ્યુલ મિટીંગમાં હાજરી આપશે. યુક્રેન-રશિયાની વર્તમાન યુદ્ધની સ્થિતિને જોતા આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ મનાઈ રહી છે.
ક્વાડ સમુહના દેશોની આ મિટીંગમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન, ઓસ્ટ્રેલીયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરીસન, જાપાનના પ્રધાનમંત્રી ફુમીઓ કુશીદા અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે. સપ્ટેમ્બર 2021માં વોશિંગટન ખાતે મળેલી ક્વાડ સમુહની મિટીંગ બાદ હવે આ મિટીંગમાં ક્વાડ સમુહના નેતાઓ વાતચીતને આગળ વધારશે. સાથે જ ઈન્ડો-પેસિફીક વિસ્તારમાં થનાર કામગીરી વિશે પોતાના મંતવ્યો પણ રજુ કરશે. આ મિટીંગમાં ક્વાડ સમુહના નેતાઓએ જાહેર કરેલી સકારાત્મક કાર્યસુચીની પહેલને અમલમાં મૂકવાના ચાલુ પ્રયાસોની પણ સમીક્ષા કરશે.
