ખાડાની દિશામાં આગળ વધતા રોવરને લેન્ડરે પાછું બોલાવ્યું, ઈસરોએ શેર કર્યા ફોટોઝ
Live TV
-
ચંદ્રયાન-3 ચંદ્ર પર પહોંચી સતત નવી-નવી જાણકારી અને ફોટોગ્રાફસ મોકલી રહ્યું છે. રોવર ચંદ્રની સપાટી પર આગળ પણ વધે છે. ગઈ કાલે રોવર જ્યારે ચંદ્રની સપાટી પર આગળ વધી રહ્યુ હતુ ત્યારે રોવરને એક ખાડો દેખાયો હતો. ખાડાની દિશામાં આગળ વધતા રોવરને વિક્રમ દ્વારા પાછુ બોલાવવામાં આવ્યુ હતું. ખાડામાં પડવાથી રોવરને નુકશાન થવાની ભીતી હોવાથી સાવચેતી રૂપ આ પગલુ લેવાયું હતું. ચંદ્રયાન-3 આગામી દિવાસોમાં ચંદ્રની સપાટી તેમજ ત્યાનાં વાતાવરણ વિષયક નવી નવી માહિતી મોકલતુ રહેશે..અત્યાર સુધી આવી રહેલ માહિતી મુજબ ચંદ્ર અતિશય શીતળ છે. સપાટી પર ધગધગતો ચંદ્ર સપાટીથી એક ફુટ ઉંડાઈ પર જતા જ અતિશય ઠંડોગાર છે. ચંદ્રની સપાટી વિશે આગામી દિવસોમાં સમગ્ર માહિતી મળી શકશે.
