Skip to main content
Settings Settings for Dark

જન ધન યોજનાના લીધે 50 કરોડથી વધુ લોકોને બેકીંગ વ્યવસ્થા સાથે જોડવામાં સફળતા મળી: નિર્મળા સીતારમણ

Live TV

X
  • પ્રધાનમંત્રી જન ધન યોજનાને આજે નવ વર્ષ પૂર્ણ થયા. આ નિમિત્તે કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે જણાવ્યું હતું કે, આ યોજનાની મદદથી આર્થિક સર્વ સમાવેશકતા ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન થયું છે. કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી જન ધન યોજનાના લીધે 50 કરોડથી વધુ લોકોને બેકીંગ વ્યવસ્થા સાથે જોડવામાં સફળતા મળી છે. ઉલ્લેખનીય છે કે, 28 ઓગસ્ટ 2014માં જનધન યોજનાનો આરંભ થયો હતો.આ યોજનામાં નવા શરૂ કરાયેલા જન ધન ખાતા પૈકી 56 ટકા ખાતાઓ મહિલાઓના છે. એવી જ રીતે, કુલ જન ધન ખાતાઓ પૈકી 67 ટકા બેંક ખાતાઓ ગ્રામીણ અર્ધ-શહેરી વિસ્તારોના છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ, આ ખાતાઓમાં બે લાખ ત્રણ હજાર કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે. છ કરોડ 26 લાખ જનધન ખાતાધારકોએ વિવિધ સરકારી યોજનાના લાભો પોતાના બેંક ખાતામાં મેળવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply