Skip to main content
Settings Settings for Dark

24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા

Live TV

X
  • હવામાન વિભાગે આજે અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલયમાં ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યુ છે. સાથે જ દેશનાં અન્ય વિસ્તારમાં પણ હળવા વરસાદની સંભાવના છે.. આંદામાન નિકોબાર ટાપુઓ પર પણ ભારે વરસાદની સંભાવના છે. જોકે કેરળ અને તમિલનાડુમાં વાતાવરણ ગરમ રહેવાની સંભાવના છે..ગુજરાતની વાત કરીએ તો, હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. તો સૌરાષ્ટ્રમાં પણ કેટલાક જિલ્લાઓના છૂટા છવાયા વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી છે. આગામી 4 દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનું જોર ઘટશે જ્યારે હાલ દક્ષિણ ગુજરાતમાં ભેજના કારણે વરસાદ થવાની શક્યતા છે. કચ્છમાં આગામી 7 દિવસ વરસાદની શક્યતા નહિવત છે.  હાલ રાજ્યમાં કોઈ જ સિસ્ટમ સક્રિય નથી.  આગામી સમયમાં વાતાવરણમાં ભેજ ઘટતા તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply