ખેડૂતોના અથાગ પરિશ્રમથી ફળ અને શાકભાજીનું મબલક ઉત્પાદન : પીએમ મોદી
Live TV
-
ખેડૂતોની આવક બમણી કરવા કેન્દ્ર સરકાર તત્પર, ખેડૂતોની અથાગ મહેનતથી ઉત્પાદનમાં વધારો થયો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખેડૂતોની આવક બે ગણી કરવા અંગે આયોજિત રાષ્ટ્રીય કાર્યશાળા નેશનલ કોન્ફરન્સ એગ્રીકલ્ચર-2022ને સંબોધન કર્યું. બે દિવસીય કાર્યશાળાના બીજા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એગ્રીકલ્ચર કાર્યશાળાને સંબોધી હતી. પીએમ મોદીએ કહ્યું કે, ચાલુ વર્ષે ખેડૂતોના અથાગ પરિશ્રમથી ફળ અને શાકભાજીનું મબલક ઉત્પાદન થયું છે, જે પહેલા ક્યારેય નથી થયું. દેશના ખેડૂતોએ દાળના ઉત્પાદનમાં પણ વધારો કર્યો છે, જે છેલ્લા 1 વર્ષમાં 17 મિલિયન ટનથી વધી 23 મિલિયન ટન થયો છે.
પીએમ મોદીએ એમ પણ કહ્યું કે, ખેડૂતોની આવક બમણી કરવા માટે કેન્દ્ર સરકાર અનેક નિર્ણયો કરી રહી છે. ખેડૂતોના વિકાસ અને આવક વધારવા માટે બિયારણથી બજાર સુધી નિર્ણયો કરાઈ રહ્યા છે.