કોલસાના વ્યવસાયિક ખનન માટે ખાનગી ભાગીદારીને મંજૂરી
Live TV
-
કોલસા ખાણ ફાળવણી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા નિર્ણય લેવાયા, જ્યારે કોલસાની વ્યવસાયિક ખનન માટે પણ ખાનગી ભાગીદારીને કેન્દ્ર સરકારની મંજૂરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે મળેલી કેબિનેટ બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આર્થિક બાબતોની કેબિનેટ સમિતિમાં કોલસા ખાણ ફાળવણી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા નિર્ણય લેવાયો છે. કેન્દ્રિય કેબિનેટે કોલસાના વ્યવસાયિક ખનન માટે ખાનગી અને આંતરરાષ્ટ્રીય ભાગીદારીને પણ મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયથી કોલસાની ઉપલબ્ધિ વધશે.
આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ બિહારમાં મુઝફ્ફરપુર-સુગોલી વાલ્મિકીનગર વચ્ચે રેલવે ટ્રેક ડબલિંગ કરવા ઉપરાંત તેના વિદ્યુતિકરણને મંજુરી આપી છે. મધ્યપ્રદેશમાં ઝાંસી, માણેકપુર, ભીમસેન, ખેરનાર વચ્ચે ,રેલવે ટ્રેકના ડબલિંગ અને વિદ્યુતીકરણની કામગીરીને પણ મંજુરી આપી હતી. ઓરિસ્સામાં જયપુર અને મલકાનગીરી વચ્ચે 30 કિ.મી. લાંબી નવી રેલવે લાઇનને પણ મંજુરી આપવામાં આવી છે. કેબિનેટે આ ઉપરાંત ચિટફંડ એક્ટ સુધારા વિધેયક 2018ને સંસદમાં રજૂ કરવા મંજૂરી આપી છે.