Skip to main content
Settings Settings for Dark

રોટોમેક કંપનીના માલિક વિક્રમ કોઠારી વિરૂદ્ધ કસાયો સકંજો

Live TV

X
  • રોટોમેક ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ કંપની વિરૂદ્ધ CBIએ વધુ કમર કસી છે. સોમવારે CBIએ વિક્રમ કોઠારીના કાનપુર સ્થિત નિવાસસ્થાને દરોડા પાડી તપાસ હાથ ધરી હતી.

    મળતી માહિતી મુજબ રોટોમેક કંપનીના માલિક વિક્રમ કોઠારીએ 7 અલગ-અલગ સરકારી બેંકોમાંથી 2,919 કરોડ રૂપિયાની લોન લીધી હતી, જો કે લોન ચુકવવા પાછી પાની કરતા સીબીઆઈએ કમર કસી છે. અત્યાર સુધી એક વર્ષમાં લોન પેટે ચઢેલા વ્યાજની રકમ કુલ 3,695 થવા પામી છે, જે ન ચુકવતા વિક્રમ કોઠારી પર સીબાઆઈએ સકંજો કસ્યો છે.

    કોઠારીએ જે બેંકોમાંથી લોન લીધી છે, તેમાં બેંક ઑફ ઈન્ડિયા, બેંક ઑફ બરોડા, બેંક ઑફ મહારાષ્ટ્ર, ઈન્ડિયન ઓવરસિસ બેંક, યુનિયન બેંક ઑફ ઈન્ડિયા, અલાહાબાદ બેંક અને ઓરિએન્ટલ બેંક ઑફ કોમર્સનો સમાવેશ થાય છે.

    હાલ તો બેંક ઑફ બરોડાની ફરિયાદ આધારે સીબીઆઈએ કંપનીના ડાયરેક્ટ વિક્રમ કોઠારી, સાધના કોઠારી, રાહુલ કોઠારી અને કેટલાક બેંક અધિકારીઓ વિરૂદ્ધ વ્યાજ ન ચુકવવા મામલે ફરિયાદ નોંધી છે. સીબીઆઈ દ્વારા વિક્રમ કોઠારી અને તેમના પરિવારજનોની પૂછપરછ કરી રહી છે.

     

    અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
apply