દિલ્હીના મુખ્ય સચિવ સાથે ગેરવર્તણૂક મામલે કેન્દ્ર સરકારે માંગ્યો રિપોર્ટ
Live TV
-
આમ આદમી પાર્ટી ફરી એકવાર વિવાદોમાં સપડાઈ ગઇ છે. આ વખતે આમ આદમી પાર્ટીના બે ધારાસભ્યો પર દિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશ સાથે ગેરવર્તણૂક કરવાનો આરોપ લાગ્યો છે.
અંશુ પ્રકાશે આરોપ લગાવ્યો છે કે, સોમવારે સાંજે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને એક બેઠક યોજાઈ હતી, જેમાં આમ આદમી પાર્ટીના બે ધારાસભ્યોએ તેમની સાથે ધક્કા-મુક્કી કરી હતી. એટલું જ નહીં તેમને એમ પણ આરોપ લગાવ્યો છે કે, આપના ધારાસભ્યએ તેમની સાથે ગેરવર્તણૂક પણ કરી હતી. જ્યારે આ ઘટના ઘટી હતી ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ઉપસ્થિત હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે મુખ્ય સચિવ અંશુ પ્રકાશ દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલ સાથે મુલાકાત કરી હતી. હવે આ સમગ્ર મામલે કેન્દ્ર સરકારે કેન્દ્ર સરકારે રિપોર્ટ માંગ્યો છે.
અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક