Skip to main content
Settings Settings for Dark

ખેડૂતો તેના પાકને સરળતાથી વેચી શકે તે માટે આવશ્યક વસ્તુ અધિનિયમમાં ફેરફાર

Live TV

X
  • આત્મનિર્ભર ભારત યોજનાના ત્રીજા તબક્કાની જાહેરાતમાં સરકારે ત્રણ મોટા પ્રશાસનિક અને શાસન સંબંધિત  ફેરફાર કર્યા

    1. આવશ્યક વસ્તુ અધિનિયમમાં ફેરફાર
    સરકારે ખેડૂતોને સારી કિંમત મળી રહી તે માટે પ્રશાસનિક સુધારા સંબંધિત જાહેરાત કરી...સરકારે 1955માં દુકાળને પગલે લીધેલા આવશ્યક વસ્તુ અધિનિયમમાં ફેરફાર કર્યો છે...અત્યારે ખેડૂતોને સારા ભાવ મળી રહે અને ખેતી સ્પર્ધાત્મક બની રહે તે માટે સ્ટોક લિમિટ કાઢી નાખવામાં આવી...રાષ્ટ્રીય આપત્તિ અને કટોકટીના સમય સિવાય કૃષિ ઉત્પાદનો પરથી નિયંત્રણ હટાવી લેવાયા છે...ખેડૂત અને ઉત્પાદકોના હાથ બાંધતા તમામ નિયમોને સરકાર સમાપ્ત કરી દેશે..

    2. ઇ-ટ્રેડિંગ: એગ્રિકલ્ચર માર્કેટિંગ રિફોર્મ
    કેન્દ્રીય કાયદા વડે હવે ખેડૂતને ઉત્પાદન વેચવા માટે વધુ વિકલ્પો મળશે...હવે ખેડૂતોને પોતાના પાકને વેચવાની સ્વતંત્રતા મળશે, જેથી ખેડૂતો આંતરરાજ્ય વેપાર કરી શકશે... કૃષિ ઉત્પાદનોનું ઈ-ટ્રેડિંગ થઇ શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવશે.

    3. જોખમરહિત ખેતી માટે આશ્વાસન
    હવે ખાદ્ય પદાર્થોની કિંમત અને ગુણવત્તાનું મોદી સરકાર આશ્વાસન આપશે...એટલે કે પાકની વાવણી પહેલા જ ખેડૂતને કિંમતનું આશ્વાસન મળશે...ખેડૂતો, ફૂડ પ્રોસેસર્સ, નિકાસકારો, વેપારીઓની સાથે જે વેપાર કરે છે તેને એક કાયદાકીય માળખામાં ઢાળવામાં આવશે, જેથી ખેડૂતનું શોષણ ન થાય અને તેને સારા ભાવ મળી રહે...કાયદાના આધાર હેઠળ ખેડૂતોને વેપારી અને નિકાસકારો સાથે જોડવામાં આવશે...ચોક્કસ કાયદાઓનું માળખુ હોવાથી ખાનગી ક્ષેત્રને પણ રોકાણ કરવામાં પ્રોત્સાહન મળશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply