ગત નાણાકીય વર્ષમાં ભારતની સંરક્ષણ નિકાસ 15,920 કરોડ રૂ. ની ઉચ્ચતમ સપાટીએ પહોંચી
Live TV
-
રક્ષા મંત્રી રાજનાથ સિંહે આજે, 1લી એપ્રિલે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2022-2023માં ભારતની સંરક્ષણ નિકાસ 15 હજાર 920 કરોડ રૂપિયાની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે. એક ટ્વિટમાં રાજનાથ સિંહે કહ્યું કે, આ દેશ માટે એક નોંધપાત્ર સિદ્ધિ છે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રેરણાદાયી નેતૃત્વ હેઠળ સંરક્ષણ નિકાસ ઝડપથી વધતી રહેશે.
