પ્રધાનમંત્રીએ ભોપાલના રાની કમલાપતી રેલવે સ્ટેશનથી મધ્યપ્રદેશની પહેલી અને દેશની 11મી હાઈસ્પીડ વંદે ભારત ટ્રેનને આપી લીલીઝંડી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશના પ્રવાસે છે. પ્રધાનમંત્રીએ દેશની પહેલા પીપીપી મોડ પર બનેલા વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન એટલે કે ભોપાલના રાની કમલાપતી રેલવે સ્ટેશનથી મધ્યપ્રદેશની પહેલી અને દેશની 11મી હાઈસ્પીડ વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપી હતી. આ ટ્રેન મધ્યપ્રદેશથી દિલ્હી વચ્ચે દોડશે. વંદે ભારત ટ્રેનની અંદર મધ્યપ્રદેશની વિવિધ શાળાઓમાંથી પસંદ કરાયેલા વિદ્યાર્થીઓ સાથે પણ વાર્તાલાપ કર્યો હતો.
પ્રધાનમંત્રી ભોપાલમાં ભારતીય સેનાની કમાન્ડર કોન્ફરન્સમાં ભાગ લેશે. આ કોન્ફરન્સનું આયોજન કુશાભાઉ ઠાકરે કન્વેન્શનલ હૉલમાં કરાયું છે.
આ કોન્ફરન્સમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ત્રણેય સેનાના પ્રમુખ અને ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ પણ ઉપસ્થિત રહેશે. અહીં પ્રધાનમંત્રી સેનાના સ્વદેશી આધુનિકીકરણ પર એક એક્ઝિબિશનનું અવલોકન કરશે.
