ગિનીસ રેકોર્ડ સાથે આસામના બિહુ નૃત્યએ વૈશ્વિક મંચ પર સ્થાપિત કરી ઓળખ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએબિહુને ગણાવ્યું એક ભારત શ્રેષ્ઠ ભારતનું પ્રતિક..
આસામના સુપ્રસિધ્ધ બિહુ નૃત્યએ ગીનીસ બુક ઓફ વલ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી લીધુ છે. ગુવાહાટી સ્થિત સ્ટેડિયમ ખાતે બિહુ કલાકારોએ ડ્રમર્સ પ્રસ્તૃતિને લઇ લોકોને મંત્રમુગ્ધ કરી લીધા હતા. બિહુ કલાકારોએ બે જુદા જુદા વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યા હતા. પહેલો રેકોર્ડ એક જ સ્થળે સૌથી મોટા એથિનિક ડાન્સ પરફોર્મન્સનો અને બીજો રેકોર્ડ એક જ સ્થાન પર સૌથી મોટા ટ્રેડિશનલ મ્યુઝિક પરફોર્મન્સ પર નોંધાયો હતો. આસામના 31 જિલ્લાઓમાંથી 11 હજાર કલાકારોએ આ નૃત્યમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેતા સમગ્ર આયોજનના વખાણ કર્યા હતા. આ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામમાં એઇમ્સ ગુવાહટી અને અન્ય ત્રણ મેડિકલ કોલેજને રાષ્ટ્ર સમર્પિત કરી હતી. આ ઉપરાંત કેટલીક યોજનાઓનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.
