Skip to main content
Settings Settings for Dark

ગુજરાતથી જતા લોકોનો RT-PCR નેગેટિવ રિપોર્ટ ચકાસીને જ રાજસ્થાનમાં પ્રવેશ અપાશે

Live TV

X
  • ગુજરાતથી માઉન્ટ આબુ તરફ જતા વાહનો ઉપર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો

    રાજ્યમાં કોરોનાને કાબુમાં લેવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.  ત્યારે રાજસ્થાન અને ગુજરાત વચ્ચેની બોર્ડર પર કડક ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. સાબરકાંઠાના વિજયનગરની રાણી બોર્ડર પર સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે. એસ.ટી બસ માટે બોર્ડર પરનો રૂટ બંધ કરવામાં આવ્યો છે. જ્યારે  ખાનગી વાહનોમાં પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા કડક તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે અંબાજી નજીક રાજસ્થાનની સરહદ છાપરી ચેકપોસ્ટથી અવરજવર થતા તમામ વાહનો ઉપર પ્રતિબંધ લગાવી બોર્ડરને સીલ જ રાખવામાં આવી છે. જેને લઈ રાજસ્થાન રોડવેઝ સહીત ગુજરાત એસ.ટી નિગમની બસોના પ્રવેશ ઉપર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે જયારે ખાનગી વાહનોને અતિ આવશ્યકતા વાળાઓને RT-PCR નેગેટિવ રિપોર્ટ ચકાસીને જ રાજસ્થાનમાં પ્રવેશ અપાઈ રહ્યો છે. તો ગુજરાતમાંથી માઉન્ટ આબુ તરફ જતા વાહનો ઉપર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply