Skip to main content
Settings Settings for Dark

ઓનલાઈન સાથે રસીકરણના સ્થળ પર જ રજીસ્ટ્રેશન કરી શકાશે: કેન્દ્ર સરકાર

Live TV

X
  • કેન્દ્ર સરકારે રાજ્યોને વિકલ્પ આપ્યો છે કે, ઓનલાઈન સાથે રસીકરણના સ્થળ પર જ રજીસ્ટ્રેશન કરી શકાશે. કેન્દ્ર સરકાર દ્વારા 18 થી 44 વર્ષ વય જૂથના લોકો માટે રસીકરણ કેન્દ્ર પર જ રજિસ્ટ્રેશન  અને ગ્રૂપ રજિસ્ટ્રેશનની સુવિધા પૂરી પાડવામાં આવશે. સરકારી કોવિડ રસીકરણ કેન્દ્રો પર આ સુવિધાનો લાભ મળશે. જોકે, પ્રાઇવેટ હોસ્પિટલોના રસીકરણ કેન્દ્રોને હાલ આ સુવિધાનો લાભ મળશે નહીં. અને પ્રાઇવેટ હોસ્પિટલોએ ઓનલાઇન રસીકરણ સ્લોટ માટે  રસીકરણ કાર્યક્રમ પ્રકાશિત કરવાનો રહેશે. ઓફ સાઇટ રજિસ્ટ્રેશન માટે  રજિસ્ટ્રેશન સત્ર પૂર્ણ થયા બાદ રસીકરણ કેન્દ્રો પર જ રજિસ્ટ્રેશનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સુવિધાને કારણે રસીના વધેલા ડોઝને વપરાશમાં લઇ શકાશે તેમજ રસીનો વ્યય પણ અટકાવી શકાશે. આ અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, અત્યારે કોવિન એપ પર  એક જ મોબાઇલ દ્વારા ચાર લોકો માટે રજિસ્ટ્રેશન કરાવી શકાય છે. જોકે હવે આ એપના માધ્યમથી, ઇન્ટરનેટ, અને મોબાઇલ ફોનની મર્યાદિત પહોંચ ધરાવતા લોકોના સમૂહ માટે પણ રજિસ્ટ્રેશન કરાવી શકાશે. વધુમાં આરોગ્ય મંત્રાલયે ઉમેર્યુ કે, રસીકરણ કેન્દ્રો પર રજિસ્ટ્રેશનની સુવિધા પૂરી પાડવી કે નહીં તે અંગેનો આખરી નિર્ણય રાજ્ય સરકાર લેશે. આ સંદર્ભે આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે હાલ વેક્સિનેશન માટે વેબસાઇટ અને એપના માધ્યમથી રજીસ્ટ્રેશનની જે પદ્ધતિ છે તે જ યથાવત રહેશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply