યાસ વાાવાઝોડુંઃ પશ્ચિમ બંગાળ અને ઓડિશાના ઘણા જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ
Live TV
-
ભીષણ ચક્રવાતી વાવાઝોડુ યાસ ઓડિશાનાં બાલાસોર કાંઠાથી અંદાજીત 50 કિલોમીટર દક્ષિણ-દક્ષિણપૂર્વમાં કેન્દ્રીત છે..વાવાઝોડુ અંદાજે 9 વાગે જિલ્લાનાં દરિયાકિનારે પહોંચી ચુક્યુ છે
ભીષણ ચક્રવાતી વાવાઝોડુ યાસ ઓડિશાનાં બાલાસોર કાંઠાથી અંદાજીત 50 કિલોમીટર દક્ષિણ-દક્ષિણપૂર્વમાં કેન્દ્રીત છે..વાવાઝોડુ અંદાજે 9 વાગે જિલ્લાનાં દરિયાકિનારે પહોંચી ચુક્યુ છે..હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર તોફાનનાં દરિયાકાંઠે ત્રાટકવાની શરૂઆત સવારે 9 વાગે શરૂ થઈ છે..આ પ્રક્રિયાને પુર્ણ થવામાં લગભગ 3 થી 4 કલાક જેટલો સમય લાગશે...તોફાનનુ સૌથી વધુ પ્રભાવ ઓડિશાના બાલાસોરનાં અને ભદ્રક જિલ્લા પર પડશે..મયુરભંજ જિલ્લામાં તોફાનની ગતિ 100 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની આશંકા છે..યાસ તોફાનની અસરથી ઓડિશાનાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે..ઓડિશાનાં મુખ્યમંત્રી નવિન પટનાયકે પોતે તૈયારીઓની સમીક્ષા કરી હતી.. આ તોફાનની તમામ ગતિવિધીઓ પર પારાદિપ સ્થિત ડોપ્લર હવામાન રડાર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે..કેન્દ્ર અને રાજ્ય સરકારે પણ આ વાવાઝોડા પર નજર રાખી છે..અને પશ્ચિમ બંગાળમાં પણ આ તોફાનના પ્રભાવથી અનેક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે..હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાકમાં પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને સિક્કીમમાં વરસાદ પડી શકે છે..યાસથી પ્રભાવિત રાજ્ય સરકારે કોઈ પણ મુશ્કેલીની સ્થિતીમાં આ તોફાનથી થનારા નુકસાનને પહોંચી વળવા તૈયારીઓ કરી છે.. રાહત અન બચાવની કામગીરી માટે NDRF અને નેવીની ટીમ પણ ગોઠવી દેવાઈ છે..
