ગુજરાતની ચાર બેઠક સહિત રાજ્યસભાની 55 બેઠકોની આગામી 26મી માર્ચે ચૂંટણી યોજાશે
Live TV
-
રાજ્યસભામાં ખાલી પડતી ગુજરાત ની ચાર સહિત 17 રાજ્ય ની કુલ 55 બેઠક માટે 26 મી માર્ચે ચુંટણી યોજાશે..ચૂંટણી પંચે બહાર પડેલા સમય પત્રક પ્રમાણે માર્ચની 6 તારીખે જાહેરનામું બહાર પડ્યા બાદ 13મી તારીખથી ઉમેદવારી પત્ર ભરી શકશે અને તેને પરત ખેંચવાની તારીખ 18 માર્ચ રહેશે. મતદાન અને મત ગણતરી એમ બંને 26 માર્ચે જ યોજાશે.
ગુજરાતમાથી ચૂંટાયેલા જે ચાર સભ્યોનો કાર્યકાળ નવમી એપ્રિલે સમાપ્ત થઈ રહ્યો છે તેમાં ભાજપના ત્રણ અને કોંગ્રેસના એક સભ્ય નો સમાવેશ થાય છે. ભાજપના સભ્યોમાં ચુનીભાઈ ગોહિલ, શંભુ પ્રસાદ ટૂંડિયા અને લાલસિંહ વાડોદીયાનો સમાવેશ થાય છે, જ્યારે કોંગ્રેસ તરફ થી મધુસૂદન મિસ્ત્રિ નિવૃત થઈ રહ્યા છે.
