Skip to main content
Settings Settings for Dark

ગુજરાત સહિત ઉ. ભારતના રાજ્યો ભીષણ ગરમીની ઝપટમાં

Live TV

X
  • દેશના અલગ અલગ ભાગોમાં લોકો ભિષણ ગરમીનો પ્રકોપ સહન કરી રહ્યા છે.રાજસ્થાન, પૂર્વ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના વિદર્ભમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગણામાં ઓરેન્જ એલન્ટ આપવામાં આવ્યું છે, જ્યારે નોર્થ ઈસ્ટમાં આગામી 4થી 5 દિવસમાં વરસાદનું પુર્વાનુમાન લગાવવામાં આવ્યું છે.

    ગુજરાતમાં પણ લોકો ભીષણ ગરમીનો, સામનો કરી રહ્યાં છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર સહિત ના વિસ્તારમાં હિટ વેવ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરી ને ,રાજકોટ, અમરેલી, અને સુરેન્દ્રનગરમાં બે દિવસ સુધી ,હિટ વેવ ની ,અસર રહેશે. 

    તંત્ર દ્વારા જાહેર જનતાને ,અપીલ કરવામાં આવી છે કે ,બપોર ના સમયે, બિન જરૂરી પ્રવાસ ટાળવો અને જો જરૂરી હોય તો જ સાવચેતી સાથે પ્રવાસ કરવો. એટલું જ નહીં બાળકો, વૃદ્ધો, બિમાર વ્યક્તિઓ એ ઘર ની બહાર ન નીકળવું તેવી સલાહ આપવા માં ,આવી છે. રાજ્યમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત છે. 

    હવામાન વિભાગે સૌરાષ્ટમાં હીટવેવની આગાહી કરી છે. રાજકોટ , સુરેન્દ્રનગર, અમરેલીમાં ગરમ પવન ફુકાશે તેમજ અમદાવાદમાં હવામાન વિભાગે, ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ગાંધીનગર તેમજ ભાવનગર સૌથી વધુ ગરમ રહ્યા હતા. જો કે બે દિવસ બાદ ગરમીમાં ઘટાડો થશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply