ગુવાહાટીઃ બ્રહ્મપુત્રા નદીને મળ્યું દેશનું સૌથી લાંબુ રોપ-વે
Live TV
-
ગુવાહાટીને સોમવારે દેશનું સૌથી લાંબુ રોપ-વે મળી ગયું છે. આ રોપ-વે બ્રહ્મપુત્રા નદીના બે કાંઠાને જોડશે. લગભગ 56 કરોડના ખર્ચે બનેલ આ રોપ-વે 1.8 કિમીનું અંતર કાપશે.
આ રોપ-વેના કારણે ગુવાહાટી અને શહેરના મધ્ય ભાગોમાં પહોંચી શકાશે અને તેનાથી મુસાફરીનો સમય ઘટીને માત્ર 8 મિનિટનો થઈ જશે. રાજ્યના નાણામંત્રી અને સ્વાસ્થય મંત્રી હિમંત બિસ્વ સરમાએ રોપ-વેનું ઉદ્દઘાટન કર્યું હતું. આ રોપ-વેથી યાત્રા સરળ બનશે અને સાથે સાથે પ્રવાસન ઉદ્યોગને પણ વેગ મળશે.
