ગૃહમંત્રીએ દિલ્હીમાં પ્રથમ RT PCR મોબાઈલ વાનનું કર્યું ઉદ્દઘાટન
Live TV
-
દિલ્હીમાં કોરોનાના વધતા કેસોને નિયંત્રિત કરવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી રણનીતિ ઘડવા માટેનું સુકાન સંભાળ્યું છે.
જેના ભાગરૃપે તેમણે ICMR કાર્યાલયની મુલાકાત લીધી હતી. જ્યાં ગૃહમંત્રીએ દિલ્હીમાં પ્રથમ RT PCR મોબાઇલ ટેસ્ટિંગ વાનનું ઉદ્ઘાટન કર્યું હતું. જે અંતર્ગત આઝાદપુર શાક માર્કેટ ખાતે પહેલી વાન શરૂ કરાશે.
દિલ્હીવાસીઓને કોરોના ટેસ્ટની સસ્તી અને ઝડપી ટેસ્ટિંગની સુવિધા મળી રહે તે માટે આ મોબાઇલ વાનમાં એક ટેસ્ટની કિંમત રૂપિયા 500 રાખવામાં આવી છે. આ ટેસ્ટિંગ વાન દરરોજ 3 હજાર ટેસ્ટ કરી શકશે. તેમજ 6 કલાકની અંદર તેનું પરિણામ જાણી શકાશે. સમગ્ર રાજ્યમાં આવી 10 મોબાઇલ વાનને દોડતી કરાશે.
