Skip to main content
Settings Settings for Dark

ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરની સુરક્ષા સ્થિતિની સમીક્ષા માટે ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે યોજી બેઠક

Live TV

X
  • જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થા અને અમરનાથ યાત્રાની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠક દરમિયાન, અમિત શાહે કેન્દ્રશાસિત પ્રદેશમાં તાજેતરના આતંકવાદી હુમલાઓને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થાઓની સમીક્ષા કરી.

    તેમણે સંબંધિત વિભાગોને નિર્દેશ આપ્યો કે કાશ્મીર ખીણમાં આતંકવાદી ગતિવિધિઓ સામે કડક કાર્યવાહી કરવાની યોજના દ્વારા જે રીતે સફળતા મળી છે, તે જ યોજના જમ્મુ ક્ષેત્રમાં પણ લાગુ કરવામાં આવે. શ્રી શાહે કહ્યું કે નરેન્દ્ર મોદી સરકાર આતંકવાદીઓ સામે નવી રીતે કડક કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ છે.

    આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા, આર્મી ચીફ જનરલ મનોજ પાંડે અને આર્મી ચીફ-નિયુક્ત જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી સહિત વરિષ્ઠ સેના અને વહીવટી અધિકારીઓએ હાજરી આપી હતી. વાર્ષિક અમરનાથ યાત્રા આ મહિનાની 29 તારીખે શરૂ થશે અને 19 ઓગસ્ટ સુધી ચાલશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply