ગૃહમંત્રી અમિત શાહ આજે તમિળનાડુ અને કેરળમાં અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કેરલમાં પ્રચાર કરશે
Live TV
-
ભાજપના વરિષ્ઠ નેતા અને ગૃહમંત્રી અમિત શાહ આજે તમિળનાડુ અને કેરળમાં જાહેરસભાને સંબોધશે અને રોડ શો કરશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ આજે કેરળમાં પક્ષના ઉમેદવારના સમર્થનમાં ચૂંટણી પ્રચાર કરશે.
ભાજપના વરિષ્ઠ નેતા અને ગૃહમંત્રી અમિત શાહ આજે તમિળનાડુ અને કેરળમાં જાહેરસભાને સંબોધશે અને રોડ શો કરશે. ભાજપના અધ્યક્ષ જે.પી નડ્ડા આજે તમિળનાડુમાં જનસભા અને કન્યાકુમારીમાં રોડ શો કરીને ભાજપના સમર્થનમાં ચૂંટણી પ્રચાર કરશે. જ્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ આજે કેરળમાં પક્ષના ઉમેદવારના સમર્થનમાં ચૂંટણી પ્રચાર કરશે.
દરમિયાન ગઈકાલે અમિત શાહે પશ્ચિમ બંગાળના આરામબાગ ખાતે એક રોડ શો કર્યો હતો. આ રોડ શોમાં મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા હતા. અગાઉ તેમણે કુચબિહારના સીતલકુચી અને અલીપુર દ્વારના કારકેલીમાં બે રેલીને સંબોધન કર્યું હતું.
