દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર પૂર જોશમાંઃ પીએમ મોદી કરશે ચૂંટણી રેલીઓ
Live TV
-
ચૂંટણી નજીક આવી રહી છે એવા રાજ્યોમાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભાજપના સમર્થનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આસામ અને પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર કરશે. પ્રધાનમંત્રી પહેલી રેલી આસામના તુમુલપુરમાં કરશે, ત્યાર બાદ તેઓ પશ્ચિમ બંગાળના હુગલી અને સુનારપુરમાં જનસભાને સંબોધશે.

દરમિયાન કેરળ વિધાનસભાની ચૂંટણીને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે કેરળના પથાનમથીટ્ટા ખાતે રેલીને સંબોધી હતી. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યુ હતું કે, મેટ્રોમેન ઈ. શ્રીધરન કેરળની ચૂંટણીમાં ભાજપ માટે ગેમ ચેંજર તરીકે સાબિત થશે. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, કેરળના બંને મુખ્ય રાજકીય દળો યુડીએફ અને એલડીએફને ભ્રષ્ટાચાર યુક્ત દળો ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, આ બંને રાજકીય દળોએ કેરળમાં ગોટાળાઓની ભરમાર લગાવી છે, જેમાં સોલાર સ્કેમ, ડોલર સ્કેમ, ગોલ્ડ સ્કેમ, લેન્ડ સ્કેમ, લાંચ સ્કેમ, એક્સાઈઝ સ્કેમ સહિત વિવિધ સેક્ટરોમાં ગોટાળાઓની હારમાળા સર્જી છે.
આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તામિલનાડુ વિધાનસભાની ચૂંટણી માટે મદુરાઇ ખાતે જાહેર સભાને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ ઉપર એનડીએ સરકાર કામ કરી રહી છે. તેમણે તામિલનાડુમાં ખાસ એમજીઆર ને યાદ કર્યા હતાં.