કોરોના સંક્રમણને અટકાવવા કેબિનેટ સેક્રેટરીએ બધા રાજ્યોના મુખ્ય સેક્રેટરીઓ સાથે બેઠક કરી
Live TV
-
દેશમાં કોરોનાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધુ રહ્યું છે. એક દિવસમાં 81 હજાર 466 નવા કેસ સામે આવ્યાં છે. મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, પંજાબ, તમિળનાડુ, કેરળ, દિલ્હી અને ઉત્તરપ્રદેશ જેવા આઠ રાજ્યોમાં કોરોના વિસ્ફોટક રીતે આગળ વધી રહ્યો છે.

કોરોનાના વધતાં જતાં કેસને જોતા કેબિનટે સચિવે રાજ્યોના મુખ્ય સચિવો સાથે બેઠક કરી હતી. જેમાં કોવિડને અટકાવવાના ઉપાયો અંગે ચર્ચા કરવામાં આવી હતી. કોરોનાની બીજી લહેરને રોકવા માટે બેઠકમાં કોન્ટેક્ટ ટ્રેસિંગ પર કામ કરવા સૂચના આપવામાં આવી હતી.