સચિન તેંડુલકર કોરોનાની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ, 5 દિવસ પહેલાં થયો હતો કોરોના
Live TV
-
સચિન તેંડુલકરે આજે સવારે ટ્વીટ કરીને જાણકારી આપતાં લખ્યું કે, તમારી પ્રાર્થનાઓ માટે આભાર. મેડિકલ સલાહ મુજબ હું તકેદારીના ભાગ રુપે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયો છું.
સચિન તેંડુલકરે આજે સવારે ટ્વીટ કરીને જાણકારી આપતાં લખ્યું કે, તમારી પ્રાર્થનાઓ માટે આભાર. મેડિકલ સલાહ મુજબ હું તકેદારીના ભાગ રુપે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયો છું.
સાથે જ સચિને પોતાના ટ્વીટમાં ભારતે જીતેલા વર્લ્ડકપની શુભેચ્છા આપતાં જણાવ્યુ હતુ કે, વર્લ્ડકપની 10 મી વર્ષગાંઠ પર તમામ દેશવાસીઓ અને ક્રિકેટ ટીમને શુભેચ્છાઓ.
ઉલ્લેખનીય છે કે 27 માર્ચે સચિન તેંડુલકરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે પણ તેમણે ટ્વિટ કરીને જાણકારી આપી હતી. 5 દિવસ સુધી હોમ ક્વોરંટાઈન રહ્યા બાદ હવે સચિન હોસ્પિટલમાં દાખલ થયા છે.