ભારતની ઐતિહાસિક ઉપલબ્ધીઃ વર્ષ 2020-21માં પ્રતિદિન 37 કિ.મી.ના રસ્તાનુ નિર્માણ થયું
Live TV
-
કેન્દ્રીય માર્ગ ,પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે, છેલ્લા નાણાકીય વર્ષમાં ભારતે અન્ય કોઈ પણ દેશની સરખામણીએ સૌથી વધુ ધોરીમાર્ગનાં નિર્માણ કરી ઐતિહાસીક ઉપલબ્ધિ મેળવી છે.
કેન્દ્રીય માર્ગ ,પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે, છેલ્લા નાણાકીય વર્ષમાં ભારતે અન્ય કોઈ પણ દેશની સરખામણીએ સૌથી વધુ ધોરીમાર્ગનાં નિર્માણ કરી ઐતિહાસીક ઉપલબ્ધિ મેળવી છે.
નીતિન ગડકરીએ કહ્યું કે વર્ષ 2020 -21માં પ્રતિદિન 37 કિ.મી. લાંબા રસ્તાઓનું નિર્માણ થયુ છે. નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાતચીત કરતાં શ્રી ગડકરીએ કહ્યું કે, ગત નાણાકીય વર્ષમાં કુલ 13 હજાર કિલોમીટરથી વધુના અંતરની સડકોનું નિર્માણ થયુ હતું. કોવિડ મહામારી હોવા છતાં આ સિધ્ધી પ્રાપ્ત થઈ છે. મંત્રાલય દ્વારા છેલ્લા સાત વર્ષોમાં ધોરીમાર્ગાની લંબાઈમાં પચાસ ટકાની વૃદ્ધી કરાઈ છે. આ દરમ્યાન ધોરીમાર્ગોની લંબાઈ 91 હજાર કિલોમીટરની વધારીને એક લાખ 37 હજાર કિલોમીટરથી વધુ થઈ છે.