ગૃહ મંત્રીની અઘ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આંતકવાદની નિંદાનો પ્રસ્તાવ પસાર
Live TV
-
4 ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાને લઈ સમગ્ર દેશ એકજૂટ થઈ સાથે ઉભો છે ત્યારે સંસદ ભવનમાં ગૃહ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આતંકવાદ મામલે તમામ જૂથો એકત્રિત થયા હતા. તમામ દળોએ સરહદ પારથી આતંકવાદને મળતા સમર્થનની કડક શબ્દોમાં નિંદા કરી હતી. તેમજ બેઠકમાં આંતકવાદની નિંદાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. બેઠકમાં રાજનાથસિંહે જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં હંમેશા માટે અમન અને શાંતિ સ્થાપિત થઈને રહેશે. આ સાથે બેઠક વિશે માહિતી આપતા નરેન્દ્રસિંહ તોમરે કહ્યું હતું કે, આતંકવાદ મામલે ઝીરો ટોલરન્સની નીતિ યથાવત છે. વધુ માં તેમણે કહ્યું કે, આતંકવાદને નાથવા માટે સુરક્ષાદળોને ખુલ્લી છૂટ આપી દેવામાં આવી છે. તો કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામનબી આઝાદે બેઠક બાદ જણાવ્યું હતું કે, આતંકવાદનો સફાયો કરવા માટે કોંગ્રેસ સરકારની સાથે છે.
