ગોદાવરી નદીમાં 40 લોકો ભરેલી હોડી ડૂબી, 30ના મોત
Live TV
-
આંધ્રપ્રદેશમાં મંગળવારનાં રોજ સાંજનાં યાત્રિઓથી ભરેલ એક હોડી ગોદાવરી નદીમાં ડૂબતા લોકો ગુમ થઈ ગયા હોવાનાં સમાચાર સામે આવી રહ્યાં છે. એવું કહેવામાં આવે છે કે મંગળવારે સાંજે આંધ્રપ્રદેશનાં રાજમુંદરી જિલ્લામાં 40 મુસાફરોને લઇ જઇ રહેલ એક બોટ ગોદાવરી નદીમાં ડૂબી ગઈ છે. બોટમાં સવાર 40માંથી 30 લોકોના મોત થયા છે. વડાપ્રધાન મોદીએ પણ ટ્વીટ કરીને આ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું છે.
એવું કહેવામાં આવે છે કે ગોદાવરી નદીમાં ડૂબી ગયેલી હોડી પોલીવરામ વિસ્તારથી આશરે 40 મુસાફરોને લઇ જઇ રહી હતી. તે જ સમયે એકાએક 23 લોકો આ અકસ્માતને કારણે ગુમ થઇ ગયાં. જ્યારે સ્થાનિક લોકો અને ખલાસીઓની મદદથી બાદમાં 17 લોકોને તો બચાવી લેવામાં આવ્યાં હતાં. આ બનાવની માહિતી મળ્યાં બાદ રાજમંદુરીનાં તમામ અધિકારીઓ અને રાહત ટીમ ઘટના સ્થળ પર મોકલી દેવામાં આવી હતી.
CM ચંદ્રબાબુએ પ્રશાસન પાસેથી માંગ્યો રિપોર્ટઃ
ત્યાં જ રાજ્યનાં CM ચંદ્રબાબુ નાયડુ અને ગૃહમંત્રી સી. રાજપ્પાએ પણ આ મામલે રિપોર્ટ આપ્યો છે. એવું જણાવાઇ રહ્યું છે કે CM ચંદ્રબાબુ નાયડુ દ્વારા રાજમુંદરી જિલ્લામાં થયેલ દુર્ઘટના બાદ રાહત કાર્યોમાં તેજી લાવવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. જ્યાર બાદ પોલીસ, એનડીઆરએફ અને જિલ્લા પ્રશાસનની ટીમે લાપતા લોકો માટેની શોધખોળમાં લગાવી દેવામાં આવ્યાં છે.