Skip to main content
Settings Settings for Dark

વારાણસીમાં ફ્લાઇઓવર દુર્ઘટનામાં અત્યાર સુધી 16ના મોત, ત્રણ અધિકારી સસ્પેન્ડ

Live TV

X
  • વારાણસીમાં નિર્માણાધિન ફ્લાઇઓવરનો એક ભાગ ગઈકાલે સાંજે પડી ગયો હતો.

    વારાણસીના કેન્ટ એરિયામાં નિર્માણાધીન પુલ તૂટતા એક મોટો અકસ્માત થયાની વાત સામે આવી છે. અહીં બની રહેલા ફલાયઓવરનો એક ભાગ અચાનક જ તૂટી ગયો અને તેની નીચે મોટી સંખ્યામાં લોકો અને ગાડીઓ દબાય ગઇ. અકસ્માતમાં 16થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 50થી વધુ લોકો કાટમાળની નીચે દબાયાની માહિતી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અકસ્માત પર દુ:ખ વ્યકત કરાતા અધિકારીઓને તરત જ દોડીને સ્થળ પર પહોંચી કાર્યવાહી કરવાનું કહ્યું છે.

    કેન્ટ વિસ્તારમાં ફ્લાયઓવરનું બાંધકામ લાંબા સમયથી ચાલી રહ્યું છે. મંગળવાર સાંજે અચાનક આ પુલનો એક ભાગ તૂટીને નીચે પડી ગયો. તેની નીચે ઉભેલી ગાડીઓ સહિત કેટલાંય લોકો પુલની નીચે દબાઇ ગયા. અત્યારસુધીમાં 12થી વધુ લોકોના મોતની માહિતી સામે આવી રહી છે. જ્યારે કેટલાંય લોકો કાટમાળમાં દબાયા છે. કાટમાળની નીચે કાર, ઑટો અને દ્વિચક્રી વાહનો અને ગાડીઓ સહિત કેટલાંય વાહન દબાયેલા છે જેમાં માણસો હોઇ શકે છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-12-2024 Max Temp : °C Min Temp : °C
apply