ગોવામાં યોજાનાર સાતમાં ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન ઉત્સવ સંદર્ભે નવી દિલ્હીમાં યોજાયો કાર્યક્રમ
Live TV
-
10 થી 13 ડિસેમ્બર દરમિયાન ગોવામાં યોજાનાર સાતમાં ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન ઉત્સવ સંદર્ભે નવી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જીતેન્દ્રસિંહે જણાવ્યું કહ્યું કે, આઝાદીનો અમૃત મહોત્સવ સમૃદ્ધ ભારત માટે રચનાત્મક વિજ્ઞાન-ટેકનોલોજી અને નવાચારનો ઉત્સવ. રચનાત્મક નવીન વિચાર સાથેનું વિજ્ઞાન સામાન્ય માણસના જીવનને સરળ બનાવે છે.
ડૉ. સિંહે કહ્યું કે, આ વિષયવસ્તુ પર આધારિત વિજ્ઞાન ઉત્સવમાં 12 કાર્યક્રમો યોજાશે. ભારતમાં વિજ્ઞાન હવે માત્ર સંશોધનનો વિષય ન રહેતા તેણે ઉત્સવનું સ્વરૂપ લઈ લીધું છે. તેમણે કહ્યું કે, યુવાઓને આલોચનાત્મક વિચારસરણીમાં પ્રેરિત કરવા દરેક શહેર અને ગામડાઓમાં વિજ્ઞાન ઉત્સવ ઉજવવાની જરૂર છે. ઉલ્લેખનીય છે કે, 10 થી 13 ડિસેમ્બર દરમિયાન આયોજિત ચાર દિવસીય વિજ્ઞાન મહોત્સવનું આયોજન પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા અનેક મંત્રાલયોના સહયોગથી કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં વિવિધ ક્ષેત્રોના 100થી વધુ વૈજ્ઞાનિકો ભાગ લેશે.
