Skip to main content
Settings Settings for Dark

સંસદનું શિયાળુ સત્ર આજથી થશે શરૂ

Live TV

X
  • સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. કેન્દ્ર સરકાર લોકસભામાં ત્રણેય કૃષિ કાયદાઓ પરત લેવાનાં કાયદાને મંજૂર કરાવવા માટે પ્રયત્ન કરશે અને આજે જ રાજ્યસભામાં તેને રજૂ પણ કરવામાં આવશે. સત્ર થરૂ થતા પહેલા રવિવારે સર્વદળીય બેઠકમાં હાજર દળોએ ખેડુતોનાં મુદ્દા તેમજ કોરોનાના મુદ્દા પર ચર્ચા કરવા અંગે ભાર આપ્યો હતો. સત્તા પક્ષે લોકસભા અધ્યક્ષ અને રાજ્યસભા સભાપતિ દ્વારા મંજૂરી આપેલા મુદ્દાઓ પર ચર્ચા કરાવવાનો આશ્વાસન આપ્યો હતો. રવિવારે સૌથી પહેલા કેન્દ્ર સરકારે સર્વદળીય બેઠક બોલાવી હતી. રવિવારે સાંજે રાજ્યસભા સભાપતિ એમ.વૈંકેયા નાયડુએ ફ્લોર લીડર્સની બેઠક બોલાવી હતી. આ બેઠકોમાં સભાને સત્ર દરમિયાન યોગ્ય રીતે ચલાવવા અંગે ચર્ચા કરાઈ હતી. વિપક્ષે સંસદના શિયાળુસત્ર દરમિયાન કોરોના સાથે જોડાયેલા વિષયો, ખેડુતોનાં મુદ્દા સહિત અનેક મહત્વનાં મુદ્દાઓ ઉઠાવવાની વાત કરી છે. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, સત્તાપક્ષ એવા તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે, જેની પરવાનગી લોકસભા અધ્યક્ષ અને રાજ્યસભાનાં સભાપતિ આપશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
apply