MeitY 29 નવેમ્બરથી 5 ડિસેમ્બર, 2021 દરમિયાન 'આઝાદી કા ડિજિટલ મહોત્સવ'ની કરશે ઉજવણી
Live TV
-
અમૃત મહોત્સવની યાદગીરી સ્વરૂપે-MeitY એક સપ્તાહ લાંબો કાર્યક્રમો/પ્રવૃતિઓના 'આઝાદી કા ડિજિટલ મહોત્સવ'ની ઉજવણી કરી રહ્યું છે, જે ડિજિટલ ક્ષેત્રમાં ભારતની શ્રેષ્ઠ સિદ્ધિઓનું પ્રદર્શન કરશે અને વધુમાં ભવિષ્ય માટેની રૂપરેખા પણ નિર્ધારિત કરશે. તે વધુમાં તે બાબત રેખાંકિત કરશે કે કેવી રીતે ડિજિટલ ટેક્નોલોજી અર્થતંત્રના તમામ ક્ષેત્રોમાં પરિવર્તન લાવી રહી છે અને આપણી સામાજિક-સાંસ્કૃતિક, રાજકીય અને આર્થિક ઓળખને પ્રભાવિત કરીને ડિજિટલ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાની ભાવનાને ઊર્જા પૂરી પાડી રહી છે. એક સપ્તાહ લાંબા કાર્યક્રમમાં ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી, રેલવે અને માહિતી સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવ, રાજ્યકક્ષાના ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી, રેલવે અને માહિતી સંચાર તથા કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા મંત્રી રાજીવ ચંદ્રશેખર અને કેન્દ્રીય મંત્રાલયો/વિભાગો, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી અનેક વરિષ્ઠ અધિકારીઓ અને ઉદ્યોગમાંથી નામાંકિત વ્યક્તિઓ ઉપસ્થિત રહેશે.
MeitYની મુખ્ય કામગીરી ભારતને ડિજિટલ રીતે સશક્ત સમાજ અને જ્ઞાન આધારિત અર્થતંત્રમાં પરિવર્તિત કરવાનું અને ટેક્નોલોજી અને માહિતી સંચારના ક્ષેત્રમાં દેશ માટે આત્મનિર્ભરતાનું સર્જન કરવાનું છે. આ બાબત ધ્યાનમાં રાખીને 29મી નવેમ્બરથી શરૂ કરીને શ્રેણીબદ્ધ કાર્યક્રમો/પહેલો હાથ ધરવામાં આવશે, જે ભારતના ડિજિટલ પરિવર્તનની સફરને પ્રદર્શિત કરશે.
સપ્તાહ દરમિયાન નિર્ધારિત કરાયેલા કાર્યક્રમોના મુખ્ય વિષયોમાં ડિજિટલ ઇન્ડિયા, ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગમાં ભારતને આત્મનિર્ભર બનાવવું, CSCનું સશક્તીકરણ, સ્વદેશી કમ્પ્યુટ ડિઝાઇનમાં ભારતને આત્મનિર્ભર બનાવવું, MyGov અને ડિજિટલ પેમેન્ટ ઉત્સવ દ્વારા નાગરિકોનાં જોડાણનો સમાવેશ થાય છે. એક સપ્તાહ સુધી ચાલનારી પરિષદના કાર્યક્રમમાં સંપૂર્ણ સત્રો, પેનલ ચર્ચા અને પ્રદર્શનોનો સમાવેશ થશે.
