Skip to main content
Settings Settings for Dark

52મા IFFI એ નવી ટેકનોલોજી અપનાવી યુવા પ્રતિભાઓને આપ્યું પ્લેટફોર્મ: કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર

Live TV

X
  • ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (IFFI) ના 52મા સંસ્કરણના સમાપન પ્રસંગે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુરે પુનરુચ્ચાર કર્યો હતો કે, ભારત સરકાર સિનેમાના શક્તિશાળી માધ્યમ દ્વારા સર્જનાત્મક અભિવ્યક્તિના સૌથી ઉત્તમ સ્વરૂપોને પ્રોત્સાહન આપવા અને વિકસાવવા માટે પ્રતિબદ્ધ છે. ગોવામાં ડૉ. શ્યામાપ્રસાદ મુખરજી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આજે 28 નવેમ્બર 2021ના રોજ આ મહોત્સવના સમાપન કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિતોને સંબોધન કરતી વખતે કેન્દ્રીય મંત્રીએ સારા સિનેમાના મુક્ત-ભાવનાપૂર્ણ સર્જન અને અનિયંત્રિત આનંદની ભાવના બદલ ખરા દિલથી અને નિષ્ઠાપૂર્વક પ્રશંસા વ્યક્ત કરી, જેને આ મહોત્સવમાં દર વર્ષે વધુ સારી રીતે ઉજવવામાં આવે છે.

    ભારતને વિશ્વનું સૌથી મોટું ફિલ્મ સર્જક ગણાવતા મંત્રીએ જણાવ્યું હતું કે, આપણે ઘણું વધારે કરવાની જરૂર છે, અમે પ્રાદેશિક તહેવારોની વ્યાપકતા વધારીને સર્જનના સંદર્ભમાં ભારતને પાવરહાઉસ બનાવવા માંગીએ છીએ. તેમણે કહ્યું હતું કે, અમે યુવાનોમાં રહેલા ટેકનોલોજીના અપાર કૌશલ્યોનો લાભ ઉઠાવીને ભારતને દુનિયાનું પોસ્ટ-પ્રોડક્શન હબ બનાવવા માંગીએ છીએ. અમે ભારતને ફિલ્મો અને તહેવારોનું ગંતવ્ય સ્થાન બનાવવા માંગીએ છીએ, અમે ભારતને સિનેમાનું હબ બનાવવા માંગીએ છીએ અને વાર્તા કહેનારાઓ માટે સૌથી મનપસંદ સ્થળ બનાવવા માંગીએ છીએ.

    52મા IFFIને અનેક પ્રકારના પહેલુઓનો મહોત્સવ ગણાવતા મંત્રીએ જણાવ્યું હતું કે, IFFI પરિવર્તનના પવન સાથે તાલમેલ ધરાવે છે. આ વર્ષે IFFIમાં પહેલી વખત OTT પ્લેટફોર્મ્સની ઉપસ્થિતિ જોવા મળી છે અને તેમણે ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. IFFI એ નવી ટેકનોલોજીઓ, પ્રેક્ષકોની પ્લેટફોર્મની પસંદગીઓને અપનાવી છે અને બદલાતા સમયની સાથે કદમતાલ મિલાવ્યા છે. આપણે બ્રિક્સ રાષ્ટ્રોની શ્રેષ્ઠ ફિલ્મો પણ બતાવી છે અને અમને આશા છે કે, આ ભાગીદારી આવનારા સમયમાં વધુ ખીલી ઉઠશે.

    મંત્રીએ પોતાની રીતે સૌથી પહેલી વખત શરૂ કરવામાં આવેલી પહેલ “આવતીકાલના 75 સર્જનશીલ પ્રતિભાવાન” (75 ક્રિએટિવ માઇન્ડ્સ ઓફ ટુમોરો)ને યાદ કરી હતી જેમાં 75 ઉભરતા કલાકારોએ IFFI ખાતે યજમાની કરી હતી અને તેમને આંતરાષ્ટ્રીય મંચ પર પોતાનું કૌશલ્ય રજૂ કરવાની દુર્લભ તક આપવામાં આવી હતી. આઝાદીનો અમૃત મહોત્સવની રાષ્ટ્રીય ઉજવણીના ભાગરૂપે તેમને આ તક આપવામાં આવી હતી. 7 મહિલા અને 68 પુરુષ કલાકારોને સમાવતા 75 યુવાનો 35 વર્ષથી ઓછી ઉંમરના છે, તેમને ફિલ્મ નિર્દેશન, સંપાદન, ગાયન અને સ્ક્રિનપ્લે, તેમજ અન્ય બીજી બાબતો સહિત ફિલ્મ નિર્માણના અલગ અલગ ક્ષેત્રોમાં તેમના સામાન્ય કૌશલ્યોના આધારે પસંદ કરવામાં આવ્યા છે. આમાંથી યુવાન પ્રતિભાવાન આર્યનકુમારની ઉંમર માત્ર 16 વર્ષ છે જે બિહારનો છે, તેને ફિલ્મ નિર્દેશનના કૌશલ્ય બદલ પસંદ કરવામાં આવ્યો છે.

    આ વર્ષના IFFIએ 73 દેશોમાંથી 148 કરતાં વધારે પસંદ કરવામાં આવેલી વિદેશી ફિલ્મોની વૈવિધ્યપૂર્ણ સૂચિ ફિલ્મ ઉત્સાહિતો માટે રજૂ કરી છે. આ મહોત્સવ 12 વર્લ્ડ પ્રીમિયર, 7 આંતરરાષ્ટ્રીય પ્રીમિયર, 24 એશિયા પ્રીમિયર અને 74 ભારતીય પ્રીમિયરનો સાક્ષી બન્યો છે. 75 ભારતીય ફિલ્મોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે જેમાંથી 17 ફિલ્મો વિશેષરૂપે ભારત @75 વિભાગ હેઠળ પસંદ કરવામાં આવી છે.

    IFFIના ઇતિહાસમાં પહેલી વખત, નેટફ્લિક્સ, એમેઝોન, સોની અને અન્ય મુખ્ય OTT પ્લેટફોર્મે વિશેષ માસ્ટર ક્લાસ દ્વારા આ ફિલ્મ મહોત્સવમાં ભાગ લીધો હતો, સામગ્રીઓ અને પ્રિવ્યૂ લોન્ચ કર્યા હતા, ફિલ્મ પેકેજ સ્ક્રિનિંગનું આયોજન કર્યું હતું અને વિવિધ અન્ય ઓન ગ્રાઉન્ડ અને વર્ચ્યુઅલ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. OTT પ્લેટફોર્મની સહભાગીતા ભવિષ્યમાં નિયમિત વિશેષતા બની રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
apply