ઘર ખરીદનારાઓને મોટી રાહત આપતા કેન્દ્ર સરકારે કર્યો મોટો નિર્ણય
Live TV
-
ઇનસોલ્વન્સી અને બેન્કરપ્સી કોડમાં સુધારાને મંજૂરી
દિલ્હી ખાતે યોજાયેલી કેન્દ્રિય કેબિનેટની બેઠકમાં કેન્દ્ર સરકારે ઘર ખરીદનારાઓને મોટી રાહત આપતાં ઇનસોલ્વન્સી અને બેન્કરપ્સી કોડમાં સુધારાને મંજૂરી આપી દીધી છે. જેથી હવે કોઈ રિયલ્ટી કંપની ડૂબશે તો ઘર ખરીદનારને પણ હરાજીથી મળેલા નાણાંમાં ભાગ મળશે. અત્યાર સુધી રિયલ્ટી સેક્ટરની કંપનીઓ ડૂબવાની સ્થિતિમાં હરાજી થાય તો બેન્કને ભાગ મળે તેવી જોગવાઈ હતી. સરકારના આ નિર્ણયથી બાંધકામ હેઠળના પ્રોજેક્ટમાં નાણાં ફસાયેલા હોય તેવા પરિવારોને લાભ થશે.આ સાથે જ આ બેઠકમાં નકસલ પ્રભાવિત ક્ષેત્રોમાં મોબાઇલ કનેક્ટીવીટીને મંજુરી આપવામાં આવી છે. 7,330 કરોડની આ યોજનામાં 10 રાજ્યોમાંના 96 લોકેશનમાં 4,072 જેટલા ટાવર લગાવાશે.આર્થિક મામલા પર મંત્રીમંડળીય સમિતિ દ્વારા લીધેલા નિર્ણયની જાણકારી આપતા કાનૂનમંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે વિશાખાપટ્ટનમ અને પારાદિપ પોર્ટને આપેલ લોનનું દંડાત્મક વ્યાજ માફ કરવામાં આવશે. ઉપરાંત મણીપુર ખાતે દેશની પ્રથમ નેશનલ સ્પોર્ટસ યુનિવર્સિટીને પણ મંજૂરી આપી દેવામાં આવી છે
