Skip to main content
Settings Settings for Dark

નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રટ-પીએમ મોદી વચ્ચે થઈ મુલાકાત

Live TV

X
  • આર્થિક અને રાજકીય સહયોગને વધુ મજબૂત કરવાનો પ્રયાસ

    નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રટ આજથી બે દિવસીય ભારત પ્રવાસે છે. તેમના આ પ્રવાસનો હેતુ બંને દેશો વચ્ચેના આર્થિક અને રાજકીય સહયોગને વધુ મજબૂત કરવાનો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નેધરલેન્ડ યાત્રાના એક વર્ષ દરમિયાન જ રટ ભારત પ્રવાસે આવી રહ્યા છે. આ તેમનો બીજો ભારત પ્રવાસ છે.જોકે 2017માં બીજી વખત પ્રધાનમંત્રી બન્યા બાદ તેઓનો આ પ્રથમ ભારત પ્રવાસ છે. આ પૂર્વે તેઓ 2015માં ભારત આવ્યા હતા. રટ એક ઉચ્ચસ્તરીય પ્રતિનીધિ મંડળ સાથે ભારત પહોચ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી બન્ને દેશો વચ્ચે સંબંધો વધુ ગાઢ બનાવવા મંત્રણા કરી હતી.. તેઓ ભારતીય વેપારીઓના પ્રતિનિધિ મંડળ સાથે પણ બેઠક કરશે. આ ઉપરાંત તેઓ સ્વચ્છ ગંગા અભિયાન પર આધારિત કાર્યક્રમમાં પણ ભાગ લેશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply