ચંદ્રયાન-3ના ઓર્બિટરની મદદથી પૃથ્વી અને અન્ય ગ્રહોની સ્થિતિ પર નજર રખાશે
Live TV
-
ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનારો પ્રથમ દેશ બની ગયો છે. ચંદ્રનો દક્ષિણ ભાગ વિજ્ઞાન અને શોધ માટેનું એક સમૃદ્ધ ભંડાર છે. ચંદ્રયાન-3ની સફળ સોફ્ટ લેન્ડિંગ આ જ દક્ષિણ ધ્રુવનાં અનેક રહસ્યોને સામે લાવવામાં મદદરૂપ બનશે. સફળ લેન્ડિંગની પ્રથમ પ્રક્રિયા તો પૂર્ણ થઈ ગઈ પણ હવે શું? ચંદ્રયાન 3 સાથે ગયેલા 7 ઉપકરણો અંતરીક્ષ ખંગોળવામાં મદદ કરશે.
તાપમાનથી માંડીને ભૂકંપની ગતિવિધિ સુધી, રસાયણોથી માંડી ખનીજના કમ્પોઝીશન સુધીના ચંદ્રના ભૂગર્ભમાં પણ દબાયેલા રહસ્યોનું નિરીક્ષણ કરશેચંદ્રયાન-3 પોતાની સાથે સાત પેલોડનો સેટ લઈ ગયું છે. તેમાં એક પેલોડ અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા દ્વારા ફાળવવામાં આવ્યું છે.
ચંદ્રયાન-3નું પ્રપલ્સન મોડ્યૂલ શેપ નામનાં એક પ્રયોગ સાથે આવે છે જે જીવન માટે યોગ્ય વાતાવરણથી પસાર થતાં તારાઓનાં પ્રકાશમાં થતાં પરિવર્તનોનાં નિરિક્ષણ માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. તેનો ઉદેશ્ય પૃથ્વી જેવા રહેવાલાયકે અન્ય ગ્રહોની શોધ કરવાનો છે. જે ચાંદનો ચાંદ બની તેની આસપાસ ભ્રમણ કરશે ત્યાંથી પૃથ્વીના દૂર વાતાવરણનો અભ્યાસ કરી અંતરીક્ષમાં તેવા વાતાવરણવાળા અન્ય ગ્રહો શોધવાનું કાર્ય કરશે.
ચંદ્રયાન-3નું લેન્ડર મોડ્યૂલ ILSA નામનું એક ઐતિહાસિક ઉપકરણ સાથે લઈને ગયું છે. આ ઉપકરણ ચંદ્રનાં ભૂકંપીય ગતિવિધિની દેખરેખ માટેનું કામ કરે છે. ILSAનું મુખ્ય કામ ચંદ્ર પર આવતાં ભૂકંપોનું અધ્યયન કરશે. લેન્ડરના ચાર પેલોડ્સ કાર્યરત છે. આ ચાર પેલોડ્સ ચંદ્રની સપાટી પર વિવિધ સંશોધનો કરશે.વિક્રમ લેન્ડર ઉપર ચાર પેલોડ્સ લાગ્યા છે જ્યારે પ્રજ્ઞાન રોવર ઉપર બે પેલોડ્સ કાર્યરત છે.
