પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27મી ઓગસ્ટે સવારે 11 વાગ્યે કરશે 'મન કી બાત'
Live TV
-
27મી ઓગસ્ટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 'મન કી બાત' કાર્યક્રમ યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27મી ઓગસ્ટે સવારે 11 વાગ્યે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર તેમના વિચારો રજૂ કરશે. આકાશવાણી પરથી હિન્દી પ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં તેના ભાવાનુવાદનું પ્રસારણ કરવામાં આવશે. એવી જ રીતે રવિવારે રાત્રે 8 વાગે આકાશવાણીના કેન્દ્રો ઉપરથી મન કીબાત કાર્યક્રમના પ્રાદેશિક ભાષાઓમાં ભાવાનુવાદનું પુનઃપ્રસારણ કરવામાં આવશે. મન કી બાત કાર્યક્રમનો આ 104મો એપિસોડ છે. આ વખતે મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતના ચંદ્રયાન-3ની સફળતા પર બોલી શકે તેવી શક્યતાઓ છે.
