નવી દિલ્હીમાં આવતીકાલથી G20 અંતર્ગત B-20 સમિટ ઈન્ડિયા-2023 શરૂ થશે
Live TV
-
આવતીકાલે નવી દિલ્હીમાં B-20 સમિટ ઈન્ડિયા-2023 શરૂ થશે. ત્રણ દિવસીય બેઠક દરમિયાન, વિવિધ કેન્દ્રીય મંત્રીઓ હાજર રહેશે. દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ, મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર આ B-20 સમિટ ઈન્ડિયા-2023માં જોડાશે. G-20 શેરપા અમિતાભ કાંત, વિવિધ દેશોના વેપાર મંત્રીઓ અને ઘણા વેપારી અગ્રણીઓ વૈશ્વિક સ્તરે વેપારને લગતા મુદ્દાઓ પર તેમના વિચારો વ્યક્ત કરશે. આ સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27મીએ મુખ્ય અતિથિ તરીકે વિશેષ સત્રમાં હાજરી આપશે. આવતીકાલે બેઠકના પ્રથમ દિવસે, સાત સત્રોનું આયોજન કરવામાં આવશે. ટાટા સન્સના એક્ઝિક્યુટિવ ચેરમેન અને B-20 ઈન્ડિયાના અધ્યક્ષ એન. ચંદ્રશેખરન, માસ્ટરકાર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર માઈકલ મિબેચ, વર્લ્ડ ઈકોનોમિક ફોરમના પ્રમુખ બોર્જ બ્રેન્ડે સહિત અનેક વૈશ્વિક અને ભારતીય બિઝનેસ લીડર્સ બેઠકમાં ઉપસ્થિત રહેશે.
