ફાઈટર જેટ તેજસે હવામાંથી જ હવામાં હુમલો કરવાની ક્ષમતા ધરાવતી સ્વદેશી મિસાઇલ અસ્ત્રનું સફળ પરીક્ષણ કર્યું
Live TV
-
લડાકુ વિમાન તેજસે હવામાંથી જ હવામાં હુમલો કરવાની ક્ષમતા ધરાવતી સ્વદેશી મિસાઇલ અસ્ત્રનું સફળ પરીક્ષણ કર્યું છે. ગઈકાલે ગોવાના દરિયાકિનારેથી લગભગ 20 હજાર ફૂટની ઊંચાઈએથી મિસાઈલને વિમાનમાંથી સફળતાપૂર્વક છોડવામાં આવી હતી. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આ પરીક્ષણમાં તમામ ઉદ્દેશ્યો પૂરા થયા હતા. અસ્ત્ર એક અત્યાધુનિક સુપરસોનિક મિસાઈલ છે. હવામાંથી હવામાં જ પ્રહાર કરનારી આ મિસાઈલને ડિફેન્સરિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરી અને DRDOની પ્રયોગશાળાઓ દ્વારા કરવામાં આવી છે. મંત્રાલયે જણાવ્યું છે કે સ્વદેશી લડાકુ વિમાન તેજસથી સ્વદેશમાં જ નિર્મિત અસ્ત્ર મિસાઈલનું પરીક્ષણ આત્મનિર્ભર ભારત તરફ એક મોટું પગલું છે. સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે આ પરીક્ષણ તેજસની લડાયક ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે અને આયાતી શસ્ત્રો પર નિર્ભરતા ઘટાડશે.
